Ahmedabad,તા.15
ઓઢવ વિસ્તારમાં રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અંકિત નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણેક મહિના પહેલા પડોશમાં રહેતી મહિલા જાણ કરી હતી કે તમે અને તમારા પતિ નોકરી પર જાવો છો ત્યારે બપોરના સમયે એક છોકરો તમારા ઘરે આવે છે. જેથી માતાએ પુત્રીને પૂછતા તેએ કહ્યું કે વર્ષ પહેલા સગાના ત્યાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી ત્યાં ગરબા રમતી વખતે આ યુવક સાથે પરિચય થયો હતો ત્યાં ઇન્સ્ટાગ્રામ આઇડી આપી હતી.
ત્યારબાદ બન્ને વચ્ચે વાતો થતા નંબરની આપ-લે થયા પછી સગીરાને લલચાવી ફોસલાવીને તેને મળતો હતો અને સગીરા બપોરે એકલી ઘરે હોય ત્યારે ઘરે આવતો અને જબરદસ્તી અવાર નવાર દુષ્કર્મ આચરતો હોવાની વાત કરી હતી. જેથી સગીરાના પિતાએ આરોપીને ધમકાવ્યો છતાં તાજેતરમાં સગીરા સ્કૂલમાંથી છૂટતાં તેનો પીછો કરીને તારે મારી સાથે રહેવું છે કે મરવું છે કહેતા સગીરાએ ના પાડતા મરવા તૈયાર રહે જે કહીને ધમકી આપીને જતો રહ્યો હતો.
ઓઢવમાં સગીરાને લલચાવી ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ઘરે આવીને ધમકી આપીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં નોકરી કરતા માતા-પિતાને પડોશી મહિલાએ તમારી ગેર હાજરીમાં એક યુવક આવતો હોવાની વાત કરતાં ભાંડો ફૂટયો હતો. પોલીસ તપાસમાં સગીરા તેના સગાના ત્યાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી તે સમયે ગરબા રમતી વખતે શખ્સ સાથે પરિચય થયો હતો. બાદમાં ઇન્સ્ટાગ્રામ અને ફોન પર વાત કરતાં પ્રેમમાં પડયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.