Ahmedabad,તા.૨૧
અમદાવાદમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં અમદાવાદમાં પોલીસ દ્વારા ઝોન-૨ ડીસીપીની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન ૪૨૮ જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, પોલીસની ટીમ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘર પણ તપાસવામાં આવ્યા હતા.
મેટ્રો સિટી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસની ટીમ કાર્યરત છે. આ દરમિયાન અમદાવાદ ઝોન-૨ ડ્ઢઝ્રઁની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની ટીમ દ્વારા કાળીગામ, અચેર, છારાનગર, ધરમનગર, ત્રાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું છે.
આ સાથે ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘર પણ તપાસવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બ્રેથ એનાલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાધનો સાથે ચેકિંગ કરાયુ હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ૪૨૮ જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે.