Ahmedabad ના નરોડામાં સરેઆમ યુવાનની ઘાતકી હત્યા

Share:

Ahmedabad,તા.30

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગુનાખોરી ગ્રાફ સતત વધી રહ્યો છે. ધોળે દહાડે હત્યા, લૂંટ અને ચોરીના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બુધવારે મોડી રાત્રે અમદાવાદના નરોડા પાટીયા નજીક ચાર શખ્સોએ 38 વર્ષીય યુવકની તીક્ષણ હથિયાર વડે ઉપરા-છાપરી ઘા મારી હત્યા કરી નીપજાવી હતી. હત્યા બાદ આ શખ્સો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હત્યાના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે નરોડા પાટીયા નજીક નજીવી બાબતે તકરાર થતાં ચાર ઇસમોએ 38 વર્ષીય ભરતજી ઠાકોરને તિક્ષણ હથિયારો વડે હુમલો કરી ઉપરા-છાપરી ઘા માર્યા હતા, જેથી ભરતજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક ભરતજી ઠાકોર ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને બુધવારે રાત્રે કોઇ અંગત કામ અર્થે નરોડા પાટીયા પાસે આવ્યો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા ઇસમો સાથે નજીવી બાબતે તકરાર થતાં મામલો ઉગ્ર બની ગયો હતો. 

આ દરમિયાન અભય નામના ઇસમ સહિત અન્ય ત્રણ જણાએ ભેગા મળીને ભરતજી ઠાકોરના શરીર પણ તિક્ષણ હથિયાર વડે અસંખ્ય ઘા કર્યા કરતાં ભરતજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હત્યામાં સામેલ એક યુવકને પણ ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હત્યાના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

હત્યાના ગુનામાં સામેલ ઇજાગ્રસ્ત શખ્સ સાથે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપી સામે કડક કાર્યવાહી માંગ કરી છે . હાલમાં સરદારનગર પોલીસે ઇજાગ્રસ્ત આરોપી સહિત અન્ય ત્રણ ઇસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *