સમઢીયાળાના યુવાનને રૂ.1 લાખની સારી નોટના બદલામાં 2 લાખની તૂટેલી-ફાટેલી નોટ મળશે કહી જેતપુરના પાંચ શખ્સોએ ફસાવ્યો
Rajkot,તા.25
લાલચ બુરી બલા હૈં… આ કહેવત યથાર્થ ઠરે તેવો એક બનાવ જેતપુરથી સામે આવ્યો છે. ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં યુવાનને જેતપુરના પાંચ શખ્સોએ રૂ.1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી-ફાટેલી નોટ મળશે કહી 2 લાખની નકલી નોટ ધાબડી છેતરપીંડી આચરતાં જેતપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં લલીતભાઈ નારણભાઈ વરૂ (ઉ.વ.18) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વાલજી ધનજી મકવાણા, અશ્વીન વીનુભાઈ વેગડા, અસ્લમખાન નુરખાન પઠાણ, એઝાજ હાજી ઠેબા, યુસુફભાઈ જુમા ચૌહા નું નામ આપી જણાવ્યું હતું કે, સુરત હીરા ઘસવાનું કામ કરતો હતો, જ્યાં તેમની સાથે કામ કરતા અન્ય હીરાઘસુ (મજુરો) મોબાઈલમાં જોઈને વાત કરતા હતા કે, એક ભાઈ છે જે અસલ ભારતીય ચલણી નોટોના બદલામાં થોડી ફાટેલી, તુટેલી અને શાહીના ડાઘાવાળી ડબલ રકમની નોટો આપે છે. તેમને કહેલ કે, મારી પાસે રૂ.1 લાખની 500 ના દરની સારી નોટો છે, જેથી વાલજીભાઈએ કહેલ કે, તો તેના બદલામાં તમને રૂ.2 લાખ આપીશ. જે બાદ આરોપી વાલજીએ કહેલ કે, તમે સવારે જેતપુર આવો ત્યાં આપણે મળીશું અને ત્યાં જ વહિવટ કરી નાખશું. મળેલ અને તેમની સાથે અન્ય ચાર માણસો હતા. આથી વાલજીને પુછેલ આ માણસો કોણ છે, જેથી તેમણે ચારેય આરોપીની ઓળખાણ આપેલ હતી. બાદ એઝાજ અને અસલમ આવેલ હતાં. અશ્વીનને એક કાળી પ્લાસ્ટીકની કોથળી આપેલ હતી. બાદમાં અશ્વીન તેઓને જીમખાના ગ્રાઉન્ડના અંધારામાં લઈ ગયેલ અને 500 ના નોટોની ચાર થપ્પીઓ અડધી તેમના હાથ નીચે દબાવીને બતાવેલ હતી. તે એકદમ નવી નોટો હતી, જેથી તે નોટો લઈ લીધેલ અને તેના બદલામાં યુવાને તેની પાસે રહેલ 500 ના દરની ચલણી નોટોના રૂ.1 લાખ રોકડા અશ્વીનને આપેલ હતાં. બાદ તેઓ ત્યાંથી નીકળી ગયેલ હતાં.જેતપુરથી આગળ પેટ્રોલપંપ પાસે તેઓ ઉભા રહેલ જ્યાં બાથરૂમમાં જઈને લાઈટમાં નોટો જોતા તેમની પાસે રહેલ નોટોની ઉપર ગુજરાતીમાં ભારતીય મનોરંજ અને અંગ્રેજીમાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા ફૂલ ઓફ ફન લખેલ હતુ. જેથી તે ડરી ગયેલ અને રડવા લાગેલ કે, મારી સાથે છેતરપીંડી થઈ ગઈ છે. તે બહાર આવીને રવીને વાત કરેલ કે, મને આરોપીએ ભેગા મળીને છેતર્યો છે. બાદ તેઓએ જેતપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.