Junagadh,તા.21
જૂનાગઢના ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી મેળા માટે રેલ્વે અને એસ.ટી. વિભાગે શ્રધ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે.ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-2025 ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.22 ફેબ્રુઆરીના રોજ 09,30 કલાકે એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે.
આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામકશ્રી એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારીશ્રી એચ.એન.ખાંભલા જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર શ્રીવી.એમ.મકવાણા તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
મહાશિવરાત્રી મેળામાં નિગમ ધ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલન 70 મીની બસથી કરવામાં આવશે. જેમનું રૂ. 25 ના ભાડાથી બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સીટી સંચાલન મીની બસોથી હાથ ધરવામાં આવશે તેમજ મેળા દરમ્યાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 180 મોટી બસો તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 30 બસો આમ કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર હોય તેમજ વધારે ટ્રાફિક પ્રમાણ જણાયે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરાયુ છે.
રાજકોટ ડિવિઝન
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.
2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.
ભાવનગર ડિવિઝન
જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રીના મેળા” માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની સુવિધા માટે, 22.02.2025 થી 28.02.2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.
વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં વેરાવળથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં પોરબંદરથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05202 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
ભાવનગર-વેરાવળ-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને વેરાવળથી 22.02.2025 થી 27.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
ભાવનગર-પોરબંદર-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને વેરાવળથી 23.02.2025 થી 28.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.