Mumbai,તા,04
દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે અમેરિકામાં લાંચ આપવા સહિતના કેસ વચ્ચે પણ અમેરિકાની ટોચની નાણાકીય સંસ્થાઓ અદાણી ગ્રુપ સાથે કામ કરવા તૈયાર છે અને એસેટસ મેનેજમેન્ટમાં અગ્રણી બ્લેકરોક અને હેજફંડ સીટાડેલએ અદાણી ગ્રુપના 750 મિલિયન ડોલરના દેવાને રીફાયનાન્સ કરવા માટે ઓફર કરી છે.
આ ભંડોળનું પેમેન્ટ ડયુ થયુ છે તેમાં આ બન્ને કંપનીઓ તે અદાણી ગ્રુપ વતી ચુકવીને પોતે અદાણી ગ્રુપને ફાયનાન્સ કરવા તૈયાર છે. જે સંકેત આપે છે કે ગૌતમ અદાણી તથા સાગર અદાણી પર થયેલા કેસમાં ભાગ્યે જ કોઈ ગંભીરતાથી પગલા આવશે.
અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમનથી જ અદાણી ગ્રુપની તકલીફો હળવી થઈ ગઈ હોવાના સંકેત મળવા લાગ્યા હતા. અદાણી ગ્રુપ જેનું સંચાલન કરે છે તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી. 750 મિલિયન ડોલરના સિકયોર્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ નોટસ જે અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ એ ખરીદ્યા હતા તેનું પેમેન્ટ કરવાનો સમય આવી ગયો છે.
અદાણી ગ્રુપ માટે તેને બ્લેક રોક સહિતની કંપની રીફાઈનાન્સ કરશે અને આગામી ચાર-પાંચ દિવસમાં તેની જાહેરાત થશે. આમ આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારમાં અદાણી ગ્રુપની પ્રતિષ્ઠા જળવાઈ રહી છે અને તેના દેવા-ઈન્સ્ટ્રુમેન્ટ પણ મજબૂત હોવાનું સાબીત થઈ રહ્યું છે.