Actress Mallika Sherawat સલમાન ખાન સાથે કર્યું ફ્લર્ટ

Share:

સુપરસ્ટાર સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ ૧૮’ થોડા દિવસ પહેલા જ શરૂ થયો છે

Mumbai,તા,14

સુપરસ્ટાર સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ ૧૮’ થોડા દિવસ પહેલા જ શરૂ થયો છે. આ ફેમસ ટીવી શોને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘બિગ બોસ ૧૮’નો વીકેન્ડ વોર એપિસોડ આજે આવવાનો છે. આ એપિસોડમાં મલ્લિકા શેરાવત પણ જોવા મળશે. નિર્માતાઓએ એક પ્રોમો શેર કર્યો છે, જેમાં મલ્લિકા શેરાવત સલમાન ખાન સાથે ફ્લર્ટ કરતી જોવા મળે છે. વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.‘બિગ બોસ ૧૮’નો પ્રોમો કલર્સ ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મલ્લિકા શેરાવત શોમાં એન્ટ્રી કરે છે અને સલમાન ખાન તેને જોઈને ખુશ થઈ જાય છે. આ દરમિયાન મલ્લિકા ઓરેન્જ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે સલમાન ખાન બ્લુ જેકેટ, બ્લેક શર્ટ અને જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યો છે.મલ્લિકા શેરાવતે સલમાન ખાનને કહ્યું, ‘તમે અને હુંપ મારી આંખોમાં જુઓ, સલમાન, તમને આગ લાગી જશે’. મલ્લિકા શેરાવતે સલમાનને ભારતનો મોસ્ટ એલિજિબલ બેચલર ગણાવ્યો હતો. તે કહે છે, ‘તું મારી આંખોમાં છે, મારા દિલમાં.’ આ પછી પ્રોમોમાં મલ્લિકા અને સલમાનના ડાન્સની ઝલક પણ જોવા મળે છે. વીડિયોના અંતમાં મલ્લિકા શેરાવત સલમાન ખાનના ગાલ પર કિસ કરતી જોવા મળે છે.મલ્લિકા શેરાવત રિયાલિટી શો ‘બિગ બોસ ૧૮’માં તેની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું પ્રમોશન કરતી જોવા મળશે. આમાં તેણે ચંદાનું પાત્ર ભજવ્યું છે. દરમિયાન, ફિલ્મમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. બે વર્ષ બાદ મલ્લિકા શેરાવતે ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’થી કમબેક કર્યું છે. આ ફિલ્મ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બે દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *