વિક્કી કૌશલની સાથે છાવા ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળશે, જેમાં તે યેસુબાઈ ભોંસલેના પાત્રમાં જોવા મળશે
Mumbai, તા.૩૧
બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલે ફિલ્મ છાવા કરવા માટે કરોડો રુપિયાની ફી લીધી છે.તે છાવા માટે ભરપુર પ્રમોશન કરી રહ્યો છે. છાવા ફિલ્મનું ટ્રેલર ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ હવે ચાહકો ફિલ્મ જોવા માટે આતુર છે.વિક્કી કૌશલ છાવા ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ નિભાવી રહ્યો છે. રિપોર્ટ મુજબ વિક્કી કૌશલે આ પાત્ર નિભાવવા માટે અંદાજે ૧૦ કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.વિક્કી કૌશલની સાથે છાવા ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળશે. જેમાં તે યેસુબાઈ ભોંસલેના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રીએ ૪ કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.બોલિવુડ ફિલ્મ છાવામાં અભિનેતા આશુતોષ રાણા સરસેનાપતિ હંબીરાવ મોહિતના પાત્રમાં જોવા મળશે. જેના માટે તેમણે ૮૦ લાખ રુપિયા મળ્યા છે.દિવ્યા દત્તા છાવામાં સોયરાબાઈનું પાત્ર નિભાવી રહી છે. આ ભૂમિકા માટે તને ૪૫ લાખ રુપિયા મળ્યા છે. છાવા ફિલ્મમાં તેની ભૂમિકા મહત્વની છે.દર્શયમ ૨ બાદ અક્ષય ખન્ના છાવામાં જોવા મળશે. છાવા ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગજેબની ભૂમિકામાં જોવા મળશે. જેના માટે તેમણે અંદાજે ૨ કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.વિક્કી કૌશલ અને રશ્મિકા પહેલી વખત સ્ક્રિન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ ૧૪ ળેબુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.