Mumbai,તા.૧૧
વર્ષ ૨૦૧૧માં શાહરૂખ ખાન ’રાવણ’ નામની એક ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મના રિલીઝ થયા બાદ શાહરૂખ ખાન પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો હતો. ૧૩ વર્ષ બાદ આ કેસનો ચુકાદો ’કિંગ ખાન’ની તરફેણમાં આવ્યો છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા હતા.
’રાવણ’ ફિલ્મ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝના બેનર હેઠળ બની હતી. એટલે કે તેઓ આ ફિલ્મના નિર્માતા (પ્રોડ્યુસર) હતા. આ ફિલ્મને લઈને કિંગ ખાન અને તેમની કંપનીની વચ્ચે ડીલ થઈ હતી કે આ ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ બ્રિટનમાં થશે. આવી સ્થિતિમાં આવકનો ૭૦ ટકા ટેક્સ બ્રિટનને આપવાનો હતો.
વર્ષ ૨૦૧૧-૧૨માં શાહરૂખ ખાને તેમની આવક ૮૩.૪૨ કરોડ રૂપિયા બતાવી હતી, પરંતુ આવકવેરા વિભાગે આના પર વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે આવકવેરા વિભાગનું કહેવું હતું કે શાહરૂખ ખાને તેમની આવક ઓછી બતાવી છે. લગભગ ચાર વર્ષ પછી ડિપાર્ટમેન્ટે તેમના ટેક્સની ગણતરી ૮૪.૧૪ કરોડ રૂપિયાના હિસાબથી કરી હતી. આ અંગેનો કેસ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. જોકે, હવે નિર્ણય શાહરૂખ ખાનની તરફેણમાં આવ્યો છે.
ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ૈં્છ્)નું કહેવું છે કે, ચાર વર્ષ પછી ફરી આ મામલાની તપાસ કરવી યોગ્ય ન હતી. સાથે જ તપાસ બાદ પણ આવકવેરા (ઈનકમ ટેક્સ) અધિકારીઓ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં કિંગ ખાન આ કેસ જીતી ગયા. તમને જણાવી દઈએ કે, જ્યારે કિંગ ખાને બ્રિટનમાં ટેક્સ ચૂકવ્યો હતો, ત્યારે ઈન્કમ ટેક્સ વિભાગે કહ્યું હતું કે, તેનાથી ભારતીય આવકને નુકસાન થયું છે.
જોકે, શાહરૂખ ખાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી તેમની આગામી ફિલ્મ ’કિંગ’ને લઈને વ્યસ્ત છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં તેમની સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.