New Delhi,તા.6
પ્લેટિનમની આડમાં થઈ રહેલા ગોલ્ડ ઈમ્પોર્ટ પર અંકુશ લગાવવાનું પગલુ સરકારે બુધવારે ઉઠાવી લીધુ છે. એક સકર્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે, 99 ટકાથી ઓછી સ્યોરીટીવાળા પ્લેટીનમ એલાયની આયાત માટે ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડથી મંજુરી લેવી પડશે.
ગત વર્ષ જુલાઈમાં ઓલ ઈન્ડિયા જવેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશન (એઆઈજેજીએફ)એ કોમર્સ મિનિસ્ટ્રીને પત્ર મોકલીને માંગ કરી હતી કે જે વસ્તુઓમાં 5 ટકાથી વધુ ગોલ્ડ મળ્યુ હોય તો તેના માટે ગોલ્ડ કન્ટેન્ટના હિસાબે અલગ ઈમ્પોર્ટ ડયુટી નકકી કરવામાં આવે.
જેમાં 88 ટકા સુધી ગોલ્ડ હોય છે અને તેને અહી કાઢયા બાદ ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યું છે. જેથી કાયદેસર ગોલ્ડ ઈમ્પોર્ટ કરનારાઓને મુશ્કેલી થઈ રહી છે સાથે સાથે સરકારને પણ 15 ટકાના બદલે પ્લેટીનમ ઈમ્પોર્ટ પર 5 ટકા ડયુટી જ મળી રહી છે.બાદમાં વચગાળાનાં બજેટમાં સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ પર ડયુટી ઘટાડીને 6 ટકા કરી હતી.
એઆઈજેજીએફના નેશનલ પ્રેસિડેન્ટ પંકજ અરોરાએ સરકારના તાજેતરનાં નિર્ણયનું સ્વાગત કરતા કહ્યુ હતું કે, આથી અગાઉના લૂપ હોલ્સ બંધ થશે. જેનો કેટલાંક આયાતકારો ફાયદો ઉઠાવતા હતા.એઆઈજીજેએફનાં જનરલ સેક્રેટરી નીતિન કેડિયાએ કહ્યું હતું કે પ્લેટીનમ ઈમ્પોર્ટ સાથે જોડાયેલી ફર્મોનો પણ ફોરેન્સિક ઓડીટ પણ કરવામાં આવે.
થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશિએટીવ (જીટીઆરઆર)એ ગત વર્ષે ચિંતા વ્યકત કરી હતી કે ઈન્ડિયા-યુએઈ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટમાં યુએઈથી હજુ 5 ટકા ડયુટી પર ગોલ્ડ ઈમ્પોર્ટ થઈ શકે છે. પરંતુ આવનારા 3 વર્ષમાં ડયુટી એ શરતની સાથે ઝીરો થઈ જશે કે એલોયમાં 2 ટકા પ્લેટીનમ મેળવાયેલ હોય.