રૂ.૩.૫૦ લાખ છ ટકા વાર્ષિક વ્યાજ સાથે વળતર ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ
Rajkot,તા.26
મિત્રતાના દાવે લીધેલા રૂ.૩.૫૦ લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને રૂ.૩.૫૦ લાખ છ ટકા વાર્ષિક વ્યાજ સાથે ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ આરોપી ભુપેશ ચનાભાઈ અલદાણીયાએ ફરિયાદી રાજેશભાઈ ગોકળભાઈ દેગામા સાથે મિત્રતા અને કુટુંબિક સંબંધો કેળવી આર્થિક મદદ માટે રૂ.૩.૫૦ લાખ લીધા હતા. જે રકમની ચુકવણી માટે આરોપી ભુપેશ અલદાણીયા રૂ.3.50 લાખનો ચેક આપ્યો હતો જે ચેક વગર વસૂલાતે પરત ફરતા રાજેશભાઈ દેગામાએ આરોપી ભુપેશ અલદાણીને નોટિસ પાઠવી હતી તેમ છતાં રૂપિયા નહીં ચૂકવતા ફરિયાદી રાજેશભાઈ દેગામાએ અદાલતમાં આરોપી ભુપેશ અલદાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને રૂ.૩.૫૦ લાખ છ ટકા વાર્ષિક વ્યાજ સાથે ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી વતી યુવા એડવોકેટ મેઘરાજસિંહ એમ. ચુડાસમા અને મૌલિક જોશી રોકાયા હતા.