Rajkot:અઢી લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ

Share:

માતા પુત્રી પાસે હાથ ઉછીની લીધેલી  રકમ ચૂકવવા આપેલો ચેક પરત ફર્યો તો

Rajkot,તા.03

માતા અને પુત્રી  પાસેથી લીધેલા રૂપિયા અઢી લાખના બે ચેક રિટર્ન થયાના બે કેસમાં અદાલતે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.આ અંગેની હકીકત મુજબ, રાજકોટના કિરણબેન નીતેશભાઈ સોરઠીયાએ રૂ.૧.૫૦ લાખ તથા તેમની પુત્રી  ઘારાબેન નીતેશભાઈ સોરઠીયાએ રૂ.૧ લાખ તેમના બેન્ક ખાતામાં રહેલ રકમ ચેક દ્વારા બેન્ક મારફત લલીત છગનભાઈ ગોંડલીયા (રહે. રાજકોટ)ના  કહેવાથી  કુલ રૂ.૨.૫૦ લાખ વગર વ્યાજે હાથ ઉછીના આપેલ હતા. જે રકમ પરત કરવા લલિત છગનભાઈ ગોંડલીયાએ બંનેના નામના ચેક બંનેને આપ્યા હતા. સદરહુ બન્ને ચેકો વગર વસુલાત પરત ફરેલ. જે અંગે કિરણબેન અને ધારાબેને લલિત ગોંડલને લીગલ નોટિસ પાઠવ્યા છતાં રકમ પરત નહીં કરતા, બહેન કિરણબેન અને ભાણેજ ધારાબેનના કુલમુખત્યાર દરજ્જે હરેશ રમેશભાઈ રાણપરીયાએ લલિત ગોંડલીયા વિરુધ્ધ નેગોશીયેબલ એકટની જોગવાઈઓ આધિન બે અલગ-અલગ ફરીયાદો કરેલ હતી. આ કેસ ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા ફરિયાદીની વીગતવાર તથા ઉંડાણપુર્વક ઉલટતપાસ કરી હતી. ફરીયાદીનો પુરાવો પુરો થતા આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવેલ, જેમાં આરોપી નિર્દોષ હોવાની રજુઆત કરેલ હતી. તેમજ વિગતવાર કાયદાકીય જોગવાઈઓ ટાંકીને જણાવેલ કે, ફરિયાદી ડિમાન્ડ નોટીસ સાબીત કરી શકેલ ન હોય, તેથી એન.આઈ.એકટની કલમ-૧૩૯ મુજબનુ અનુમાન ફરીયાદીની તરફેણમાં કરી ન શકાય,  જે દલીલો માન્ય રાખી કોર્ટ એવા મંતવ્ય પર આવેલ કે ફરીયાદ પક્ષ પોતાનો કેસ આરોપી વિરુધ્ધ પુરવાર કરી શકેલ ન હોય, આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, કેતન જે. સાવલીયા, વંદના એચ. રાજયગુરુ, ભાર્ગવ. પંડયા, અમીત વી. ગડારા, પરેશ મૃગ, ડેનીશ વિરાણી વગેરે રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *