Morbi, તા.7
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગારીડા ગામ પાસેના નેશનલ હાઈવે ઉપર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ટ્રકના લીધે પાછળ અન્ય ટ્રક અથડાતા ડ્રાઇવરના બંને પગે ફેક્ચર થયું હોય આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોહમ્મદજીબ્રાઇલ મોહમ્મદમજીદ મુસ્લિમ (36) ધંધો ડ્રાઇવિંગ રહે.ગુવાવા તા.ગૌરીગંજ જી.અમેઠી ઉત્તરપ્રદેશ વાળાએ ટ્રક નંબર જીજે 36 વી 5286 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.30-3-25 ના રાત્રીના 11:30 વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે હાઇવે ઉપર ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક રાત્રીના સમયે કોઈપણ જાતની આડસ, રીફલેકટર કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઈડ પાર્ક કરેલો હોય જેથી તેઓનો ટ્રક આ ટ્રકની પાછળ અથડાયો હતો.જે બનાવમાં ફરીયાદીના બંને પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ તેમજ શરીરે મૂઢ ઇજાઓ પહોંચી હતી.હાલ આ બનાવ સંદર્ભે એસ.જે.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે અકસ્માત બનાવમાં અર્જુન રામપ્રસાદ સહાની (ઉંમર 35) રહે.હાલ મુન્દ્રા-કચ્છને ઇજાગ્રસ્ત હાલતમાં 108 વડે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.લાલપર ગામે ઉદય સીરામીક નજીક મારામારીમાં મનોજ રામદાસ નાઇ (ઉમર 28) તથા અજય રામદાસ નાઇ (ઉમર 55) ને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસાવાણીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.મોરબીની વિજય ટોકિઝ પાસે આવેલ ખાખીની જગ્યામાં રહેતા કમલભાઈ સુરેશભાઈ કુબાબત નામનો 48 વર્ષીય યુવાન કારખાનેથી પરત ઘર તરફ આવી રહ્યો હતો.ત્યારે રવાપર ગામે બોનીપાર્ક નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.