Surendranagar,તા.08
વઢવાણ રોડ પર ઉપાસના સર્કલથી આગળ ડેરીવાળા પુલના છેડે આયશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જે મામલે ભોગ બનનારે આયશર ચાલક સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જોરાવરનગર વિસ્તારમાં રહેતા લખનભાઈ ઉર્ફે લાખાભાઈ બાલાભાઈ રાતડીયા અને વિપુલભાઈ હકાભાઈ વિરગામા બંને મુળચંદ ગામેથી સાંજના સમયે બાઈક પર પરત આવી રહ્યાં હતા. તે દરમિયાન ઉપાસના સર્કલ પાસે આવેલ ભોગાવો નદીના પુલ પાસે બાઈક સાઈડમાં ઉભું રાખી લખનભાઈ અને વિપુલભાઈ બંને પાન-મસાલો ખાઈ રહ્યાં હતા. તે દરમ્યાન પાછળથી પુરઝડપે આવતી આયશરના ચાલકે બાઈકને અથડાવતા બાઈકપર સવાર વિપુલભાઈ નીચે પડી ગયા હતા. જ્યારે ફરિયાદીને પણ હાથે અને પંજા પર ઈજાઓ પહોંચતી હતી જ્યારે અકસ્માત સર્જી આયશર ચાલક નાસી છુટયો હતો જે અંગે ભોગ બનનાર બાઈકચાલકે આયશર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુુ તપાસ હાથધરી છે.