New Delhi તા.25
દિલ્હીમાં ભાજપની સરકારના આગમન બાદ વિધાનસભાના સત્રના આજે બીજા દિવસે એક તરફ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પુરુ મંત્રીમંડળ આગામી દિવસોમાં અગાઉની આમ આદમી પાર્ટી સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભીંસમાં લેવાની તૈયારીના ભાગરૂપે આજે છેલ્લા પાંચ વર્ષથી પેન્ડીંગ કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ)ના રિપોર્ટો રજુ કરી રહ્યા હતા.
આ દરમ્યાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રી કચેરીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હટાવવાના મુદે જબરી ધમાલ મચાવતા વિપક્ષના નેતા આતિષી સહિત ‘આપ’ના 13 ધારાસભ્યોને પુરા દિવસના કામકાજમાંથી સસ્પેન્ડ કરાયા છે.
આજે ઉપરાજયપાલના ભાષણ દરમ્યાન આમ આદમી પાર્ટીના સભ્યોએ જબરી નારેબાજી કરી હતી. ‘આપ’ના સભ્યો એ એવો આક્ષેપ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરો લગાવીને ભાજપ હવે ડોકટર આંબેડકર કરતા પણ મોદી મોટા હોવાના દાવો કરે છે.
‘આપ’ના સભ્યો પુરા ભાષણ દરમ્યાન આંબેડકર આંબેડકરના નારા લગાવતા હતા અને બાદમાં માર્સલને બોલાવીને તે સભ્યોને ગૃહ બહાર કઢાયા હતા. પુર્વ મુખ્યમંત્રી આતિષીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમોએ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસ્વીરો મુદે જ સરકારને પૂછયુ હત.