Mumbai,તા.6
આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ લવયાપા રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે ખુશી કપૂર જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્રૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.
અદ્રૈત આ પહેલાં આમિરની લાલ સિંહ ચઢ્ઢાના પણ ડિરેકટર રહી ચૂકયા છે. ફિલ્મની રિલીઝ પહેલાં જુનૈદ ઘણા પ્રમોશનલ ઈન્ટરવ્યુ કરી રહ્યો છે. આવા જ એક ઈન્ટરવ્યુમાં જુનૈદ ઘણા પ્રમોશનલ ઈન્ટરવ્યુ કરી રહ્યો છે.
આવા જ એક ઈન્ટરવ્યુમાં જુનૈદે ખુલાસો કર્યોે કે ડાન્સ રિહર્સલ દરમિયાન ડાન્સ ડિરેકટર ફારાહ ખાને તેનો ડાન્સ જોઈને રહ્યા કોલ ગીતમાંથી તેની ડાન્સ સીકવન્સ હટાવી દીધી હતી. આ ઈન્ટરવ્યુમાં જુનૈદે કહ્યુ ફારાહ મેમે મારો ડાન્સ કેન્સલ કરી દીધો.
રિહર્સલ દરમિયાન તેમના અસિસ્ટન્ટે મને અને ખુશીને સ્ટેપ્સ શીખવ્યાં પણ ફારાહ મેમે જયારે મારો પર્ફોર્મન્સ જોયો તો તેમણે માત્ર ખુશીનો ડાન્સ રાખવાનો નિર્ણય કર્યો અને મારો ભાગ કેન્સલ કરી દીધો. તેમણે મને પોતાની સામે પર્ફોર્મ કરવા માટે કહ્યું.મારો ડાન્સ જોયો અને કહ્યું તુઝસે નહીં હોગા તુ ચલકે આ ખુશી સે ડાન્સ હોગા તૂ બૈઠકે દેખ ઈસકો.