Ahmedabad,તા.15
અમરાઇવાડીમાં રહેતા વૃદ્ધે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અગાઉ પડોશમાં રહેતા વિજયભાઇ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી સોસાયટીની સામે રહેતો હતો અને પાન પાર્લર ઉપર નોકરી કરતો હોવાથી ફરિયાદી તેના સંપર્કમાં આવ્યા હતા. ૨૦૧૪-૧૫માં આરોપીએ શ્રીરામ મિત્ર મંડળ નામથી ઇનામી ડ્રોની યોજના શરૃ કરી હતી. જેમાં ૩૦ મહિનાની હપ્તાની સ્કીમ હતી. અને ૩૯ ડ્રો કરવાના હતા. તેમજ ઇનામના ૧૨૦ ડ્રો કરવાના અને છ હપ્તાથી ઓછા ભરેલ હશે તો તેને રકમ પરત આપવામાં નહી તેવા નિયમો હતા. જેથી આરોપીએ વૃદ્ધને જરૃરી સભ્યો લાવવા કહેતા સગા સંબંધી અને મિત્રવર્તુળમાં ડ્રોની સ્કીમમાં સભ્યો થવા તેઓ કહેતા હતા.
ફરિયાદી પરિવારજનો અને અન્ય મિત્રવર્તુળ સહિતના સભ્યોના કાર્ડ કઢાવીને કુલ રૃા. ૬.૦૬ લાખ આપ્યા હતા. ૩૦ મહિના પહેલા સ્કીમ બંધ કરી દેતા ફરિયાદીએ પૂછતા મારી આથક પરિસ્થિતિ સારી નથી હું સ્કીમ ચાલું કરી શકુ તેમ નથી મારી પાસે સગવડ થશે એટલે તમામ રૃપિયા ચૂકવી આપીશ તેવા વાયદા કરતો હતો જો કે આરોપી ફોન બંધ કરીને ક્યાંક જતો રહ્યો હતો. તેવામાં ફરિયાદીને જાણ થઇ કે અમરાઇવાડી પોલીસે તેને નેગો એક્ટ હેઠળ પકડયો છે.તપાસ કરતા આરોપીએ ૨૫ લોકો પાસેથી કુલ રૃા. ૩૬.૭૦ લાખની ઠગાઇ હોવાનું બહાર આવ્યું છે.
અમરાઈવાડીમાં પાર્લરમાં નોકરી કરતા શખ્સે ૧૦ વર્ષ પહેલા લોભામણી પોન્ઝી સ્કીમ શરુ કરી હતી જેમાં દુકાને આવતા વૃદ્ધ સહિત અનેક લોકોને ટાર્ગેટ કરીને સ્કીમમાં રૃપિયા ભરાવીને ચૂનો લગાડયો હતો. જેમાં સભ્યો લાવવાનુંં કહીને ૨૫ જેટલા લોકો પાસેથી કુલ રૃા. ૩૬.૭૦ લાખ પડાવ્યા હતા અને અધવચ્ચે સ્કીમ બંધ કરીને રૃપિયા આપવાના બદલે બહાના બતાવતો હતો. રૃપિયાની ઉઘરાણી કરતા પોતાનું નેટવર્ક બહુ મોટું છે રૃપિયા માગશો તો પત્તો પણ નહી લાગશે નહી કહીને ધમકીઓ આપતો હતો. અમરાઇવાડી પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ૫૦થી વધુ લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ આચર્યાની આશંકા સેવાઇ રહી છે.