Jamnagarના એક ફ્લેટમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

Share:

Jamnagar,તા.03

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક તુલસીનેશ એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ પડધરી નો વતની વિશાલ રતિલાલ જાવીયા નામનો  શખ્સ કે જેણે દમણથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો આયાત કરીને પોતાના ફ્લેટમાં ઉતાર્યો છે,તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત ફ્લેટમાંથી ૧૩૦ નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ આઠ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા ૫૪૮૨૦ ની કિંમત નો ઇંગલિશ દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી લીધો હતો, અને ફ્લેટ ધારક વિશાલ જાવીયાની અટકાયત કરી લીધી હતી. 

તેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારુ નો જથ્થો દમણમાં રહેતા વસીમ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર દમણ સુધી લંબાવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *