Jamnagar,તા ૧,
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી પરપ્રાંતિય શ્રમિક મહિલા સવિતાબેન વિક્રમભાઈ સાડમિયા નામની ૩૬ વર્ષની શ્રમિક યુવતીએ પોતાના ઝુપડામાં લાકડાની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ વિક્રમભાઈ ટપુભાઈ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પ્રતિ પોતાના સમાજની બેઠકમાં જવાના હતા, જ્યાં જવા માટે ની પત્નીએ ના પાડી હોવા છતાં પતિ મિટિંગમાં જતાં પાછળથી પત્નીએ આ પગલું ભરી લીધા નું પોલીસ પર જાહેર થયું છે.