બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણચોરીના ગોરખ ધંધા ઉપર વોચ રાખવા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એસ.ઓ.જી.ની ટીમને શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગીસ્મૃતિ કોમ્પલેક્ષ પાસે અમરૂ સેલારભાઇ દેસાઇ (રહે.ખડસલીયા, તા.જી ભાવનગર)નામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂ રાખેલ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન વ્હેલ માછલીની ઉલ્ટી નામનો મુલ્યવાન પદાર્થ વેચવાની ફિરાકમાં પસાર થઈ રહેલ અમરૂ સેલારભાઇ દેસાઇને અટકાવી તપાસ કરતા તેની પાસે રહેલા થેલામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. જે બાદ પોલીસે આ ઘટના અંગે તુરંતજ વનવિભાગને જાણ કરી અને વનવિભાગના અધિકારીઓને સાથે રાખી વ્હેલ માછલીની ઉલ્ટીનું વજન અને પાંચનામું કર્યું હતું. જેમાં પોલીસે રૂ.૧,૧૬,૫૦,૦૦૦ની કિંમતની વ્હેલ માછલીની ૧.૧૬૫ કિગ્રા ઉલ્ટીના જથ્થા સાથે અમરૂ સેલારભાઇ દેસાઇને ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઘોઘારોડ પોલીસને સોંપ્યો હતો.શિવાજી સર્કલ નજીક વ્હેલ માછલીની ઉલ્ટી સાથે પકડી પાડેલા અમરૂ સેલારભાઇ દેસાઇ પાસે આ પદાર્થ છેલ્લા ચાર વર્ષથી હતો અને ઘોઘાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. તદુપરાંત તે આ ઉલ્ટી ઉંચા ભાવે વેચવાની ફિરાકમાં હતો તેમ એસઓજીના પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું.
Trending
- તંત્રી લેખ…આતંકની તપાસ
- ક્યારેય વિચાર્યું નહોતું કે સંસ્કાર જ ઘા બની જશેઃ Mahesh Bhatt
- Pushpa-2 ફેમ અભિનેત્રી શ્રીલીલાએ બાળકી દતક લીધી
- હું ૨૭ વર્ષની થઈ હજુ કંઈ કમાતી નથી : Ayra Khan
- ‘સંતાનોને લાઈમલાઈટથી દૂર રાખવા ‘Anushka-Virat લંડન શિફ્ટ થશે’
- કૌભાંડી સુકેશના જીવન આધારિત સિરીઝે Jacqueline ની ચિંતા વધારી
- ઘણાં લોકોના દિલ દુભાવ્યાં છે, હવે તેમને સોરી કહેતી રહુ છું : Shruti Haasan
- મે માસમાં open market માં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી