Uttar Pradesh, તા. 4
ઉત્તર પ્રદેશના આગ્રામાં ફક્ત એક ચાંદલો લગાવવાને લઈને કપલની વચ્ચે ઝઘડો થઈ ગયો. બંનેમાં વિવાદ એટલો વધી ગયો કે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ. પત્નીએ પતિ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી.
પોલીસે આ મામલો ફેમિલી કોર્ટમાં રેફર કરી દીધો. હવે અહીં પતિ-પત્નીનું કાઉન્સલિંગ કરવામાં આવી રહ્યું છે. બંનેએ કાઉન્સિલર સામે એક બીજા વિરૂધ્ધ અનેકો આરોપ લગાવ્યા હતા.
અહીં ઉલ્લેખનિય છે કે, આગરાના જગનેરના રહેવાસી યુવકના લગ્ન જગદીશપુરાની રહેવાસી યુવતી સાથે થયા હતા. બંનેના લગ્ન 2023માં હિન્દુ રીતિ રિવાજથી થયા હતા. લગ્ન બાદ બંને રાજીખુશીથી પોતાનું જીવન જીવતા હતા. નવી પરણીને આવેલી દુલ્હનને રંગબે રંગી ચાંદલા લગાવવાનો શોખ હતો. તે દરરોજ અલગ અલગ ચાંદલા લગાવતી હતી.
એક દિવસ ચાંદલા ખતમ થઈ ગઈ તો તેણે પતિને રંગબે રંગી ચાંદલા લાવી આપવાની વાત કરી. પતિ ચાંદલા લઈને ઘરે ગયો નહીં, તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. પત્ની નારાજ થઈને પિયરે જતી રહી.
છેલ્લા 6 મહિનાથી પત્ની પિયરમાં રહેતી હતી. પરિવારના લોકો સાથે મળીને યુવતીએ પતિ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસે આ કેસને પરિવાર પરામર્શ કેન્દ્રમાં રેફર કરી દીધો.
હાલમાં કાઉંસિલરે બંનેને સમજાવ્યા છે અને સમાધાન કરાવી દીધું છે. હાલમાં આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યો છે.