બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણચોરીના ગોરખ ધંધા ઉપર વોચ રાખવા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એસ.ઓ.જી.ની ટીમને શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગીસ્મૃતિ કોમ્પલેક્ષ પાસે અમરૂ સેલારભાઇ દેસાઇ (રહે.ખડસલીયા, તા.જી ભાવનગર)નામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂ રાખેલ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન વ્હેલ માછલીની ઉલ્ટી નામનો મુલ્યવાન પદાર્થ વેચવાની ફિરાકમાં પસાર થઈ રહેલ અમરૂ સેલારભાઇ દેસાઇને અટકાવી તપાસ કરતા તેની પાસે રહેલા થેલામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. જે બાદ પોલીસે આ ઘટના અંગે તુરંતજ વનવિભાગને જાણ કરી અને વનવિભાગના અધિકારીઓને સાથે રાખી વ્હેલ માછલીની ઉલ્ટીનું વજન અને પાંચનામું કર્યું હતું. જેમાં પોલીસે રૂ.૧,૧૬,૫૦,૦૦૦ની કિંમતની વ્હેલ માછલીની ૧.૧૬૫ કિગ્રા ઉલ્ટીના જથ્થા સાથે અમરૂ સેલારભાઇ દેસાઇને ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઘોઘારોડ પોલીસને સોંપ્યો હતો.શિવાજી સર્કલ નજીક વ્હેલ માછલીની ઉલ્ટી સાથે પકડી પાડેલા અમરૂ સેલારભાઇ દેસાઇ પાસે આ પદાર્થ છેલ્લા ચાર વર્ષથી હતો અને ઘોઘાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. તદુપરાંત તે આ ઉલ્ટી ઉંચા ભાવે વેચવાની ફિરાકમાં હતો તેમ એસઓજીના પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું.
Trending
- Rajkot: સમર્પણ હોસ્પિટલના ડોક્ટરના ખોટા મેડિકલેમ બનાવી નાણાં ખંખેરવાના કાવતરાનો પર્દાફાશ
- Junagadh માં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ થયો,જાનથી મારી નાખવાની ધમકી મળી
- Ahmedabad શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રેરક શાહની વરણી
- Canada ના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા
- Bhupendra Patel દબાણો દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે સૂચના આપી
- હવેસુપરટેક પર સકંજો કડક થશે,CBI,NCR પ્રોજેક્ટ્સની તપાસ કરશે, સુપ્રીમનો UP-Haryana ને મોટો આદેશ
- નવી શિક્ષણ નીતિ માટે UGCના નવા નિયમો જાહેર
- America માં અદાણી ગ્રૂપ સામે ચાલી રહેલા લાંચ કેસમાં મોટું અપડેટ આવ્યું