આટકોટ પોલીસે અને એલસીબીએ વોરંટ ની ઉજવણી કરી મહેસાણા જેલમાં થકેલ્યો
Jasdan,તા.26
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ગામના યુવરાજ બાબુભાઈ વાળા નામના વ્યાજખોર સામે પાસાનું શસ્ત્ર ઉગામી આટકોટ પોલીસે હુકમની ભજવણી કરી યુવરાજ વાળા ને મહેસાણાની જેલમાં ધકેલવા તજવીજ કરી હતી. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને વ્યાજના દૂષણને ડામી દેવા એસપી હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા યુવરાજભાઈ બાબુભાઈ વાળા સામે આટકોટ પોલીસ મથકમાં બે વ્યાજની ફરિયાદ નોંધાયેલી તેની સામે પાસાની કરેલી દરખાસ્તને જિલ્લા કલેકટર પ્રભવ જોષી એ મંજૂરીની મહોર મારતા જે વોરંટ ની એલસીબીના પીઆઈ વી વી ઓડેદરા , જસદણ પોલીસ મથકના પીઆઈ ટીબી જાની, આટકોટ પોલીસ મથકના આર એસ સાકરીયા અને પી એસ આઈ એબી કાકડીયા અને એએસઆઈ અમિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોરંટની બજવણી કરી યુવરાજ વાળા ની અટકાયત કરી મહેસાણા ની જેલમાં ધકેલવામાં આવ્યો છે. ગોંડલ, જસદણ, જુનાગઢ, દ્વારકા અને વડીયા પોલીસ મથકના ચોપડે દારૂના ગુનામાં ચડી ચૂક્યો છે