સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા બાદ સરકાર દ્વારા સુરક્ષા સ્થિતીમાં રહેલ ક્ષતિ શોધી તેમા પરિવર્તન કરાશે
New Delhi, તા.૨૪
પહલગામમાં ટી.આર.એફ.ના ૬ જેટલા ત્રાસવાદીઓ દ્વારા ખીણપ્રદેશમાં દેશના જુદાજુદા રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓને સરકારી ગણવેશમાં આવી ઘેરી લઈ નામ અને ધર્મ પુછયા બાદ હુમલો કરી સર્જેલા નરસંહાર બાદ નાસી છૂટેલા ત્રાસવાદીઓ જે વિસ્તારમાં નાસેલ તે વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. નરસંહારની આ ઘટનાથી વિશ્વભરના દેશોમાં ત્રાસવાદી પ્રવૃતિઓ સામેની લડત વધુ ઉગ્ર બનશે.
કાશ્મીરના પહલગામના નરસંહારની ઘટનાના ૪૮ કલાક બાદ દુનિયાના અનેક દેશોમાં ત્રાસવાદ સામેની નારાજગી વધુ વ્યાપક બની રહી છે ત્યારે ભારતના જે રાજ્યોના પ્રવાસીઓની ત્રાસવાદીઓએ નિર્મમ હત્યા કરેલ છે. તેવા રાજ્યોમાં ત્રાસવાદી ઘટનાના વિરોધમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશવાસીઓ દ્વારા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શીત કરવામાં આવેલ જેમાં અનેક શહેરો તેમજ અસંખ્ય સ્વૈચ્છિક, સેવાભાવી સંસ્થાઓ-સંગઠનો, સહકારી એકમો દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવેલ.
પહલગામના નરસંહાર બાદ સરકાર દ્વારા લેવાયેલા પગલાઓની સમીક્ષા કરવા સંરક્ષણ મંત્રીના અઘ્યક્ષસ્થાને યોજાયેલ સર્વપક્ષીય બેઠકમાં દેશના રાજકીય પક્ષોના નેતાઓ આગેવાનો તેમજ લોકસભાના વિપક્ષી નેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તમામ પક્ષોના વડા-પ્રમુખો, આગેવાનોએ ત્રાસવાદીઓએ સર્જેલી નરસંહારની ઘટના સામે આક્રોશ દર્શાવી સરકારના પગલાઓને સમર્થન જાહેર કરી કેટલાક જરૂરી સુચનો પણ કર્યા હતા જે પૈકી યોગ્ય સુચનોનો સ્વિકાર કરી સરકારે તેના અમલની દિશામાં સક્રિય વિચારણા હાથ ધરી અમલ કરવાનુ આશ્વાસન આપેલ.
ત્રાસવાદીઓ પહલગામ નજીક આવેલ પર્યટક સ્થળ સુધી લશ્કરી ગણવેશમાં હથીયારો તેમજ બોર્ડીવોર્ન કેમેરાઓ સાથે ઘૂસી ગયા તે ઘટનામાં નાગરિકોની સલામતિ માટે સરકાર દ્વારા લેવાતા પગલાઓમાં કયાંક કોઈ ક્ષતિ રહી ગયેલ જે ક્ષતિ શોધી તેને દુરસ્ત કરી સંવેદનશીલ સ્થળોએ નાગરિકોની સુરક્ષા જાળવણીમાં જરૂરી ફેરફાર કરવા સરકાર દ્વારા દેશના તમામ રાજકીયપક્ષોના નેતાઓ તેમજ આક્રોશીત લોકોને આશ્વાસન આપેલ છે.
પહલગામ નજીક ટુરિસ્ટ સ્પોટ ખાતે ત્રાટકેલા ત્રાસવાદીઓ સંપૂર્ણ આયોજન સાથે આવી ચડેલ હોવાથી તેમને કેટલાક સ્થાનિકો તરફથી મદદ મળી હતી. તેમજ આ સ્થળની ચોક્કસ સમય સુધી રેકી પણ કરવામાં આવી હતી. જેમાં કેટલાક આસપાસના સ્થાનિક વ્યકિતઓ દ્વારા ત્રાસવાદીઓને આશ્રય સહિતની સુવિધા આપવા ઉપરાંત સ્થાનિક વિસ્તારથી માહિતગાર કરવામાં મદદ કરેલ હતી.
પહલગામમાં ત્રાસવાદીઓએ સર્જેલા નરસંહાર બાદ દેશમાં લોકોનો આક્રોશ પણ ચરમસીમાએ પહોચી ગયેલ છે. દેશના લોકો ત્રાસવાદ સામેની નિર્ણાયકની અને આખરી લડત લડી લેવી જોઈએ તેવુ માની રહયા છે. કેટલાક મૃતકોના પરિવારજનોએ તો અંતિમવિધી સમયે ઉપસ્થિત રહેલા જનતાના મતોથી ચૂંટાયા બાદ મોટા નેતા બની ગયેલાઓને તમારી સલામતિનુ સતત ઘ્યાન રાખો છો પરંતુ સામાન્ય નાગરિકો-દેશનુ સાચુ ભવિષ્યમાં એવા યુવાઓની સલામતિ બાબતોમાં લોલંલોલ કેમ ચલાવી લો છો તેવા આક્રોશપૂર્ણ સવાલોનો મારો ચલાવતા સામાન્ય બાબતોમાં બચાવ કરતા નેતાઓ સમય વર્તે સાવધાન સમજી મુંગા રહયા હતા.
Trending
- IPLના 5 ખેલાડીઓ જેમણે એક જ મેચમાં ધૂમ મચાવી પછી સદંતર ‘ફ્લોપ
- Pakistan ને મોટો ઝટકો આપવાની તૈયારી, BCCIએ ICCને પત્ર લખી કરી મોટી માગ
- Pahalgam Terror Attack: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
- ભારત વિરુદ્ધ ‘all out war’ ની વાત કરનારા પાક. મંત્રી અમેરિકાની શરણે
- Sara Ali Khan થઈ ટ્રોલ! પહલગામ હુમલા અંગે કરેલી પોસ્ટ પર યુઝર્સ ભડક્યાં
- Hina Khan પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી, દેશવાસીઓને એકજૂટ થવાની અપીલ કરી
- Vadodara: વીજ મીટર સાથે ચેડા, મીટર વગર જ લાઈનમાંથી બારોબાર કનેક્શન
- Surat માં મૃતકની પત્નીએ કરેલી VIPને સુરક્ષાની વાત સાચી સાબિત થઈ
Related Posts
Add A Comment