નિષ્ક્રિયતા એ સજ્જનોનું કુકર્મ હોય છે
આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે
ધર્મ સહિષ્ણુતાનો મતલબ નથી જ કાયરતા
સંહારે તેને સંહારો એ જ તો યુગધર્મ હોય છે
આ આક્રંદ,આ કેન્ડલ,આ હાકલાં પડકારા
કઠ્ઠણ દેશદ્રોહીઓ માટે તો આ નરમ હોય છે
વાંસળી મૂકીને ચલાવી જ દયો સુદર્શન હવે
100 ગાળો સુધી જ તો ‘કીપ મમ‘ હોય છે
ધરતીનું સ્વર્ગ નર્ક કરનારને મોકલી દયો નર્કમાં
આક્રમણ એ જ શ્રેષ્ઠ સંરક્ષણનો ક્રમ હોય છે
ઘરમાં ઘૂસીને મારનારની મારો ને સાત પેઢી!
શાસક,વિપક્ષ,પ્રજાને તો દેશ સુપ્રિમ હોય છે
–મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)