Morbi,તા.23
કમિશ્નરની ઉપસ્થિતિમાં ૫૦ થી વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવે છે જેમાં આજે મોરબીના શનાળા બાયપાસ રોડ પર દબાણો હટાવ્યા હતા મ્યુનીસીપલ કમિશ્નરની હાજરીમાં ૫૦ જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા
મોરબીમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળના ૧૦ રોડ મહાપાલિકાને સોપવામાં આવ્યા બાદ વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે આ તમામ રોડ પર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે પૈકી બાયપાસ રોડ પર આજે ડીમોલીશન કરવામાં આવ્યું હતું રોડ પર આવેલ દુકાનો સહિતના કાચા પાકા ૫૦ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા તમામ ૧૦ રોડ માટે વાંધા સૂચનો આવ્યા બાદ તમામ રોડ પરના દબાણો દુર કરાશે તેમ પણ તંત્રએ જણાવ્યું હતું