Morbi,તા.23
ચાર બીયર અને બાઈક સહીતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપર બાઈકમાં બીયરના ચાર ટીન લઇ જતો ઇસમ પોલીસને જોઇને નાસી ગયો હતો પોલીસે બીયર અને બાઈક સહીત ૨૫ હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પરથી બાઈક ચાલક જતો હતો જે પોલીસને જોઇને બાઈક રેઢું મૂકી નાસી ગયો હતો પોલીસે સ્થળ પરથી બીયર ટીન નંગ ૦૪ અને બાઈક સહીત કુલ રૂ ૨૫,૪૯૨ નો મુદામાલ કબજે લઈને ફરાર બાઈક ચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે