Kutch,તા.23
સરહદી જિલ્લા કચ્છના પૂર્વ વિસ્તારના દુધઈ પાસે ગઈકાલે રાત્રે 11:26 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે શરૂ રહેવા પામેલ છે. ગત મોડી રાત્રે 11:26 કલાકે દુધઈ પાસે 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આવેલ આ આંચકાની અસર રાપરથી લઈને નખત્રાણા વિસ્તારમાં થઈ હતી.
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે.
ગઈકાલે મધરાતે 11:26 કલાકે 5.0ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના દુધઈથી 17 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઇન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે.
તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે.ભૂકંપના આ આંચકાથી કોઈપણ પ્રકારનું નુકશાન થવા પામેલ નથી. ગાંધીનગર સ્થિત ગઈકાલે (ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 22 એપ્રિલ, ની રાત્રે કચ્છ જિલ્લામાં ભૂકંપ નોંધાયો છે.
ભૂકંપનું કેન્દ્ર દુધઈ ગામથી આશરે 17 કિ.મી. ઉત્તર-ઉત્તર પૂર્વમાં આવેલું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે.ભૂકંપના આંચકાથી કોઈપણ પ્રકારની જાનહાની નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઝટકા થોડા સેકન્ડ સુધી અનુભવાયા હતા. ભૂકંપ સમયે ઘરના અંદર હોવ તો મજબૂત ટેબલ નીચે શરણ લો, અને બહાર હોવ તો ખુલ્લા સ્થળે જાઓ. ભૂકંપના પછી પણ આફટરશોક ઝટકા શક્ય હોય છે, માટે સતર્ક રહો.