Amreli,તા.22
અમરેલી ખાતે બપોરના સમયે એક મીની પ્લેન અચાનક જ કોઈ કારણોસર ક્રેશ થતાં આ પ્લેન ચલાવા માટેની ટ્રેનિંગ લેતાં એક પાયલોટનું પ્લેન સળગી જવાના કારણે દાઝી જતાં મોત થયાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે હજુ કોઈ સતાવાર જાહેર કરવામાં આવેલ નથી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં છેલ્લા બે માસથી પાયલોટ માટેની ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલ છે. આ ટ્રેનિંગ માટે આશરે 4 જેટલાં મીની પ્લેન દ્વારા પાયલોટને ટ્રેનિંગ અપાવવામાં આવી રહી છે.
ત્યારે સવારે 6 વાગ્યાથી લઇ રાત્રીના 11 વાગ્યા સુધી અમરેલી શહેર ઉપર ઘરરાટી બોલાવતા હોય છે. ત્યારે અમરેલી જાણે મુંબઈનું શાંતાક્રુઝ હોય તેમ લાગી રહયું છે.
આ પાયલોટને ટ્રેનિંગ આપવા માટે થઈ રખાયેલ એક પ્લેન આજે બપોરના સમયે એક પ્લેને હજુ ઉડાન ભરી હતી. ત્યાં અમરેલીના એરપોર્ટ પાછળ આવેલ અમરેલીના શાસ્ત્રી નગર નજીક ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં રહેણાંક વિસ્તારની નજીક મીની પ્લેન થયું આ પ્લેન કોઈ કારણોસર ક્રેશ થવા પામ્યું હતું.
આ પ્લેન ક્રેશ થઈ અને મીની પ્લેનના ટુકડા થઈ ગયા બાદ અચાનક જ આગ લાગતા આ પ્લેનમાં રહેલાં એક ટ્રેની પાયલોટ ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત થયાનું જાણવા મળેલ છે. આ બનવાની જાણ થતાં જ અમરેલી ફાયર ફાયટર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવેલ હતો. જ્યારે અમરેલી ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે આ બનાવમાં મોતને ભેટેલા વ્યકિતના મ્રુતદેહને સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.