Morbi,તા.15
લાલપર ગામના ગેટ નજીક ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા ઇજા પહોંચી હતી બાઇક ચાલક યુવાનને પગે અને ગોળના ભાગે ઇજા પહોંચતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના મકન્સર ગોકુલનગર ગામના રહેવાસી વિનોદભાઇ બચુભાઈ બરસરા (ઉ. વ.26) નામના યુવાને ટ્રક mh 23 au 9399 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વિનોદબવહાઈ પોતાનું બાઇક લઈને લાલપર ગામના ગેટ પાસેથી જતાં હોય ત્યારે ગામના ગેટ સામે આવેલ કટમાંથી રોડ પર ચડી આગળ આવેલ કટ પાસે વાંકાનેર તરફ વળવા માટે બાઇક કટ પાસે ઊભું રાખ્યું હતું ત્યારે વાંકાનેર તરફથી આવતા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી યુવાનને ગોળાના ભાગે તેમજ પગમાં ઘૂંટીમાં ઇજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે