ભાવનગર શહેરમાં આજે મંગળવારે કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલએ વીજ કાપ રાખ્યો હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત વિસ્તારમાં સવારના ૧૦.૧પ કલાક સુધી પાણી અપાયુ ન હતું. ઉનાળાની ગરમીમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. વીજ તંત્રએ લાઈટ આપ્યા બાદ અન્ય વિસ્તારને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે રાબેતા મુજબ પાણી આપ્યુ હતું. આવતીકાલે તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પીજીવીસીએલએ કેટલાક વિસ્તારમાં વીજ કાપ રાખ્યો છે, જેના કારણે મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જો કે, લાઈટ વહેલી આવી જશે તો જે વિસ્તારનો વારો હશે તે વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.
Trending
- Overspeeding ને કારણે સર્જાતા માર્ગ અકસ્માતો રોકવા સરકારનો નવો એકશનપ્લાન
- Prime Minister Narendra Modi સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે
- Delhi માં મધરાત્રે 6 માળની બિલ્ડીંગ ધસી પડી : 4 લોકોના મોત
- Prayagraj માં ટેન્ટ હાઉસના વેરહાઉસમાં લાગી ભીષણ આગ
- હવે માત્ર સાત દિવસમાં GST રજીસ્ટ્રેશન : નવા નિયમો જારી
- હવે વેબસાઈટ પર સેવ થઈ શકશે UPI ID
- JEE Main results : ગુજરાતના બે સહિત 24 છાત્રોનો 100 પર્સન્ટાઇલ રેન્ક સાથે ડંકો
- Ribada:કરાર પાલનનો દાવો રદ કરી મેરીટસ ઉપર ચલાવવા ગોંડલ કોર્ટને હુકમ કરતી હાઈકોર્ટ