Amreli,તા.09
અમરેલી જિલ્લામાં સિંહોના વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વનવિભાગ અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતાં હોવાથી એમને કંઇ નુકસાન ન થાય એ માટે સ્થાનિક આઈ.એફ.એસ .ફતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના ફાયરબ્રિગેડ વાહનો દ્વારા આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અહી બાવળની ઝાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.