Rajkot,તા.09
ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલની સામે નોબલ શેરીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં કેતનભાઈ પ્રવિણભાઈ ખોલીયા (ઉ.વ.૪૮)ને કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠીયાએ ફીશીંગ લીંક મોકલી તેના બેન્કમાંથી રૂા. ૫.૬૨ લાખ ઉપાડી લીધાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ગઇ તા. ૨૪ ફેબુ્રઆરીનાં રોજ તેણે બેન્ક ખાતાની મોબાઇલ એપ ચેક કરતાં જમા બેલેન્સ બતાવતુ ન હતું. જેથી બેન્કે રૂબરૂ જઇ તપાસ કરતાં અલગ-અલગ ટ્રાન્જેકશન મારફત તેના ખાતામાંથી રૂા. ૫.૬૨ લાખ ઉપડી ગયાની માહિતી મળી હતી. તત્કાળ સાયબર હેલ્પ લાઇન નંબર ઉપર કોલ કર્યો હતો. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગઇકાલે ગુનો દાખલ કર્યો હતો.
સામાવાળાએ તેને કહ્યું કે કેવાયસી અપડેટ કરવું પડશે, નહીંતર તમારુ ખાતુ બંધ થઇ જશે, આ માટે વોટ્સએપ પર મોકલેલી લીંક ઓપન કરવા જણાવ્યું હતું. જેથી તેણે તે એપીકે લીંક ઓપન કરતાં તેમાં આઈસીઆઇસીઆઈ બેન્કના લોગોવાળુ પેઇજ ઓપન થયું હતું. તે સાથે જ સામાવાળાએ તેના આધાર કાર્ડ નંબર બોલતાં તેની ઉપર વધુ વિશ્વાસ આવ્યો હતો.
ત્યાર પછી સામાવાળાએ તેને ડેબીટ કાર્ડ નંબર નાખવાનું કહેતા તેમ કર્યું હતું. તે સાથે જ ઓટીપી આવ્યો હતો. જે સામાવાળાએ કેવાયસી અપડેટ કરવા વેરીફિકેશન માટે માગતા આપી દીધો હતો. થોડીવાર બાદ સામાવાળાએ ઓટીપી ખોટો છે, ફરીથી પ્રોસેસ કરું છું તેમ જણાવતાં ફરીથી ઓટીપી શેર કર્યો હતો. આ રીતે તેણે પાંચ વખત ઓટીપી શેર કર્યા હતાં. બાદમાં સામાવાળાએ કેવાયસી અપડેટ થઇ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
જેમાં કેતનભાઇએ જણાવ્યું છે કે ગઇ તા. ૨૦ ફેબુ્રઆરીનાં રોજ તે માધાપર હતા ત્યારે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી તેને લીંક મોકલાઇ હતી. જે તેણે ઓપન કરી ન હતી. થોડીવાર બાદ તે જ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ પોતાની આઈસીઆઈસીઆઈ બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપતાં વિશ્વાસ કરી તેની સાથે વાત કરી હતી.