Jamnagar,તા.08
જામનગરમાં શંકર ટેકરી નજીક સુભાષ પરા શેરી નંબર-2 માં રહેતા અને કેટરિંગ સર્વિસનું કામ સંભાળતા ખોડુભા રતનસંગ સોઢા નામના 31 વર્ષના યુવાનને પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડવા અંગે પાડોશ માંજ રહેતા પીન્ટુ નંદા અને તેના અન્ય બે સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના ઘેર હતો, જે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેના ઘેર આવ્યો હતો, અને કેટરિંગમાં કામે જવાનું છે, તેમ કહી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ પાડોશમાં જ રહેતા પીન્ટુ નંદા અને તેના બે સાગરીતે આવીને કહ્યું હતું કે પિન્ટુ નંદાની ભાભી સાથે ફોનમાં શું કામ વાત કરે છે, તેમ કહી, શંકા કરી હતી, અને હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.