આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જ્યાપરાના લગ્ન ત્રણ વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા. અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે.આજથી દોઢ મહિના પહેલા ઉર્વશીબેન તેમની દીકરીને લઈને તેમના પિયર રીસામણે ગયા હોવાથી કિશોરભાઈ તેમની દીકરીને રમાડવા માટે તેમના સસરાના ઘરે ગયા ત્યારે તેમના પત્ની ઉર્વશીબેન,સસરા ધર્મેન્દ્રભાઈ,સાસુ ખુશીબેન અને સાળા હાદકે કિશોરભાઈ પર છરી વડે હુમલો કરી મોત નીપજાવી દીધું હતું.આ બનાવના પગલે બોટાદ પોલીસે સસરા ધર્મેન્દ્ર હર્ષદભાઈ વાળા,સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા,પત્ની ઉર્વશીબેન અને સાળા હાદક ધર્મેન્દ્રભાઈ વાળાની ધરપકડ કરી ચારેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું બોટાદ પોલીસ મથકના પીઆઇ ખરાડીએ જણાવ્યું હતું.
Trending
- Ribada સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમા બે કારખાનામાં તસ્કરો ત્રાટક્યા
- Rajkot:શાપર વેરાવળમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
- Bordi Samadhiyala ગામે પ્રૌઢાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
- Vinchiya : દિવ્યાંગને પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરની ધમકી
- Jasdanના વ્યાજખોરે વેપારીની કાર પડાવી લીધી
- Rajkot: ટાઇટન વર્લ્ડ શો રૂમમાંથી ગણતરીની મિનિટો માં રૂ. 70 લાખની ચોરી
- Rajkot: શ્રીમંત પરિવારની વિધવા પર તબીબ સસરાએ નજર બગાડી
- સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૩