Morbi, તા.7
મોરબી તાલુકાના ગાળા ગામ પાસે પેપરમીલ નજીક આઈ પી એલ ની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 5000 તથા મોબાઈલ ફોન મળીને 10,000 ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે.
તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાળા ગામ પાસે બ્રીઓટા પેપર મીલ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા માટે આઈડી મેળવી આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી રોકડા 5000 રૂપિયા તથા એક મોબાઈલ ફોન મળીને 10,000 ના મુદ્દામાલ સાથે શૈલેષભાઈ ભુરાભાઈ જોશી (30) રહે બ્રીઓટા પેપર મીલની ઓરડીમાં ગાળા મૂળ રહે. ડેડાવા ગામ બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અરવિંદભાઈ રહે. વાવ તાલુકો બનાસકાંઠાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને અરવિંદને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.