જામનગર તા.5
જામનગર જિલ્લામાં જુગારનું દૂષણ અટકવાનું નામ નથી લેતું. રોજબરોજ પોલીસ જુગારીઓને પકડી કાયદાના પાઠ ભણાવી રહી છે છતાં પણ જાણે જુગારીઓને પોલીસનો જાણે કોઇ ખૌફ ન હોય તેમ જાહેરમાં જુગારના પાટલાઓ માંડી રહ્યાં છે. દરમિયાન પોલીસે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણા ગામે શેઠવડાળા પોલીસે બાતમીના આધારે જાહેરમાં ચાલી રહેલી જુગારની મહેફીલ પર દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમી રહેલાં આઠ શખ્સોને ઝડપી લીધા હતાં જ્યારે બે શખ્સો નાશી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે 98 હજારની ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શેઠવડાળા પોલીસે બાતમીના આધારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણા ગામે શેઠવડાળા પોલીસે બાતમીના આધારે ગઇકાલે જુગાર સંબંધિત દરોડો પાડ્યો હતો. જ્યાં બદામના ઝાડ નીચે મોબાઇલની લાઇટના અજવળો ગંજીપાના વડે જાહેરમાં જુગાર રમી રહેલાં નિતેશભાઇ ભીમાભાઇ કારેણા (ઉ.વ.32, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર), મહેશભાઇ કરશનભાઇ ગાજણોતર (ઉ.વ.24, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર), રમેશભાઇ પરબતભાઇ કારેણા (ઉ.વ.40, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર), રાયદેભાઇ ઉર્ફે કારાભાઇ પોલાભાઇ ગાજણોતર (ઉ.વ.42, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર), ભગીરથભાઇ પરબતભાઇ ગાજણોતર (ઉ.વ.25, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર), હમીરભાઇ પોલાભાઇ ગાજણોતર (ઉ.વ.42, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર), હીતેષભાઇ હરજીભાઇ કારેણા (ઉ.વ.27, (ઇન્ડીયન આર્મી) રહે.વનાણા ગામ તા.જામજોધપુર જી.જામનગર), જયદીપભાઇ પરબતભાઇ ગાજણોતર (ઉ.વ.24, રહે.વનાણા ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર) નામના આઠ શખ્સો રંગેહાથ ઝડપાયા હતાં. જ્યારે વિક્રમભાઇ અજાભાઇ આંબલીયા તથા વેજાભાઇ કારાભાઇ આંબલીયા (રહે.બન્ને વનાણા ગામ તા.જામજોધપુર જી.જામનગર) નામના બે શખ્સો પોલીસને ચકમો આપી નાશી છૂટવામાં સફળ રહ્યાં હતાં. આથી પોલીસે આ બન્ને શખ્સોએ ફરાર જાહેર કર્યા હતાં.
પોલીસે પકડાયેલા આઠ શખ્સોના કબ્જામાંથી 23,450 ની રોકડ રકમ ઉપરાંત રૂા.40,000 ની કિંમતના બે મોટરસાઇકલ, રૂા.35,000 ની કિંમતના 7 મોબાઇલ ફોન મળી કુલ રૂા.98,450 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો તેમજ નાશી ગયેલા બે શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આ જુગારના દરોડા અંગેની વધુ તપાસ શેઠવડાળા પોલીસ મથકના પીઆઇ પી.જી.પનારા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.