Mohali,તા.૧૦
સીબીઆઈએ એનઆઈએ અને ઈન્ટરપોલની મદદથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકી તરસેમ સિંહની અબુધાબીમાંથી ધરપકડ કરી છે. મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડકવાર્ટર પર આરપીજી હત્પમલા અને અન્ય આતંકી કેસોમાં વોન્ટેડ સિંહને દિલ્હી પહોંચ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા મળી છે. તરસેમ સિંહની ધરપકડ બાદ ખાલિસ્તાનીઓના ઘણા રહસ્યો ખુલશે.
અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસનો સામનો કરી રહેલા સિંહને અબુધાબીથી એનઆઈએ સુરક્ષા મિશન દ્રારા અહીં લાવવામાં આવ્યો હતો અને દિલ્હી પહોંચ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઈના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ’આ વ્યકિત વિદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી તે એનઆઈએ દ્રારા આતંકવાદ સંબંધિત ગુનાઓ અને આતંકવાદી ગતિવિધિઓને નાણાં પૂરા પાડવાના ગુના માટે વોન્ટેડ હતો.’ પ્રવકતાએ કહ્યું, ’એનઆઈની વિનંતી પર, સીબીઆઈને ૧૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ ઇન્ટરપોલ જનરલ સચિવાલય દ્રારા તેમની વિદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તે રેડ કોર્નર નોટિસ ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને આરોપીને શોધીને તેની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી હતી