રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૨૯૫ સામે ૭૬૧૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૨૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૩૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૨૫ સામે ૨૩૨૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૯૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદથી વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ટ્રમ્પના ટેરિફની છેવટે બુધવારે ભારત તેમજ સમગ્ર દેશો પર જાહેરાતથી વિશ્વમાં નવા વેપાર યુદ્વ થવાના અહેવાલોએ એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાંની શરૂઆત પણ નોંધપાત્ર ઘટાડા સાથે થઇ હતી.
ટ્રમ્પના નવા ટેરિફ બાદ ચીન અને કેનેડાએ જવાબી કાર્યવાહી કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએને ધ્યાનમાં લેતાં ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ભારત સામે પણ ૨૬% ટેરિફ લાદતા આજે ભારતીય શેરબજારમાં અંદાજીત ૯૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડૉલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ભારતીય રૂપિયો આજે ડૉલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો હતો, જયારે ઓપેક દ્વારા ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજીત ૬%નો કડાકો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ક્રૂડઓઈલના ભાવોમાં કડાકાના કારણે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી, રિયલ્ટી, ફોકસ્ડ આઇટી, આઈટી, હેલ્થકેર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૨૦ અને વધનારની સંખ્યા ૧૧૨૬ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૧.૪૩%, એચડીએફસી બેન્ક ૧.૩૦%, નેસ્લે ઇન્ડિયા ૦.૭૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૮%, એશિયન પેઈન્ટ ૦.૨૭% અને આઆઈટીસી લિ. ૦.૦૬% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૮.૫૯%, ટાટા મોટર્સ ૬.૧૫%, લાર્સેન લિ. ૪.૬૭%, અદાણી પોર્ટ ૪.૩૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૮૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૫૨%, સન ફાર્મા ૩.૪૩%, ટેક મહિન્દ્ર ૩.૪૩% અને એચસીએલ ટેક્નોલોજી ૩.૦૯% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત સપ્તાહે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર ટ્રમ્પે જંગી ટેરિફ લાગુ કર્યા છે. જો કે વિશ્વના દેશોની સરખામણીએ ૨૬% ટેરિફ સાથે ભારત પ્રત્યે ટ્રમ્પે કૂણુ વલણ દાખવ્યાનું જોવા મળે છે. ભારતના માલસામાન પર ટેરિફની જાહેરાતમાં અમેરિકન પ્રમુખે ફાર્મા પ્રોડકટસ તથા ઊર્જાને ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ દેશના જેમ્સ એન્ડ જ્વેલરી તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગને ટેરિફની સૌથી ગંભીર અસર પડવાની શકયતા જોવાઈ રહી છે. બીજી હરિફ દેશો પર ઊંચા ટેરિફથી દેશના ટેકસટાઈલ ક્ષેત્રને લાભ જોવાઈ રહ્યો છે. અમેરિકામાં ભારતની નિકાસમાં મુખ્યત્વે ફાર્મા, ટેલિકોમ સાધનો, રત્નો, પેટ્રો પ્રોડકટસ, જ્વેલરી તથા ગારમેન્ટસનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકા ખાતેથી ભારતની આયાતમાં ક્રુડ ઓઈલ, કોલસા, વીજ મશીનરી તથા એરોસ્પેસ સાધનોનો સમાવેશ થાય છે.
ભારત ખાતેથી અમેરિકામાં ફાર્મા તથા ઊર્જાની એકંદર નિકાસ ૯ અબજ ડોલર જેટલો રહે છે, ત્યારે તેના પર હાલમાં કોઈ ટેરિફ જાહેર નહીં કરાતા આ ક્ષેત્રોને રાહત થઈ છે. ભારતના જે માલસામાનને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમાં ફાર્મા ઉપરાંત, કોપર, સેમીકન્ડકટર્સ, સોનાચાંદી, ખનિજનો સમાવેશ થાય છે. દરમિયાન ટેકસટાઈલ ક્ષેત્રમાં ભારતના હરિફ દેશો જેમ કે બંગલાદેશ, વિયેતનામ, ચીન પર ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવતા ભારતના ટેકસટાઈલ ક્ષેત્રને એડવાન્ટેજ જોવાઈ રહ્યો છે. ભારતના જીડીપીમાં ટેકસટાઈલ ક્ષેત્રનું યોગદાન ૨% છે જ્યારે બંગલાદેશ અને વિયેતનામના જીડીપીમાં તેના ટેકસટાઈલ ક્ષેત્રનો હિસ્સો અનુક્રમે ૧૧% અને ૧૫% છે.
તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૪.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૯૫૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૮૮૦ પોઈન્ટ થી ૨૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૨૩૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૪.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૫૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૮૦ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૫૭૦ પોઈન્ટ થી ૫૧૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૦૪ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૧ થી રૂ.૧૫૩૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૪૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૦૫ ) :- રૂ.૧૨૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૩ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૮ થી રૂ.૧૩૨૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૭૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૫૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૧૮ સ્ટોપલોસ આસપાસ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૬૪ થી રૂ.૮૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૪૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૩૬ ) :- રૂ.૧૩૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૭૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્ર ( ૧૩૨૬ ) :- કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૮૮ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૩ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૦૮૮ ) :- રૂ.૧૧૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૨૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૭૨ થી રૂ.૧૦૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.