આ વખતે હોળીના દિવસથી જ ભારત સહિત વિભિન્ન દેશોમાં જળવાયુ પ્રતિકૂળ બનવાનું શરૂ થઈ ગયું છે. પરિણામે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડની સંપૂર્ણ પર્વતમાળાના ઊંચાં શિખરો પર થયેલ હિમપાત, વરસાદ, તોફાનો તથા જળવાયુ ફરી અસ્થિર થઈ ગયા છે. હોળીના દિવસે સાંજથી શરૂ થયેલ આવું અનપેક્ષિત જળવાયુ પરિવર્તન આ પહેલાં કદાચ જ ક્યારેય બન્યું હશે. આવું પરિવર્તન વાયુમંડળની વાતાનુકૂલન સ્થિતિને ધ્વસ્ત કરી રહ્યું છે. આ દુષ્ચક્ર છેલ્લા દસ-પંદર વર્ષોથી તીવ્રતાપૂર્વક અપ્રગટ રીતે ફરી રહ્યું છે. એના પર આધુનિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું કોઈ નિયંત્રણ નથી. આ મનુષ્યના અલ્પાવધિના જીવનને પણ માત્ર મુશ્કેલીઓ, સમસ્યાઓ અને પીડાઓથી ઘેરી રહ્યું છે.
પહાડી વિસ્તારોમાં ધૂળેટીના દિવસે રાત્રે ૧૨ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે ૯ વાગ્યા સુધી ભયંકર ઝડપી પવનો, તોફાન અને વાદળ ગરજવાની ઘટનાઓ બની હતી. આ પારિસ્થિતિકી અસંતુલન ભારતના વાયુમંડળ સુધી જ સીમિત ન હતું. આ જ સમયાવધિમાં અમેરિકાના મધ્ય-પશ્ચિમી અને દિક્ષણી ક્ષેત્રના મિસૌરી, આર્કાન્સાસ, ટેક્સાસ, ઓક્લાહોમા, કંસાસ અને મિસિસિપીમાં પણ આંધીતોફાન, વરસાદ-હવાઓને કારણે ૩૪ લોકો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થઈ ગયા. અમેરિકાના આ ક્ષેત્રોમાં પણ એવો જ અગિદ્ઘ ભડકેલો છે. જેવો જાન્યુઆરીમાં કેલિફોર્નિયાના જંગલોમાં હતો. હવાઓથી અગિદ્ઘનો તીવ્ર પ્રસાર થઈ રહ્યો છે. પરિણામે મિસિસિપી, અલાબામા અને ટેનેસી સહિત અનેક ક્ષેત્રોના લગભગ નેવું લાખ લોકો તેજ હવાઓથી પ્રજ્વલિત અગિદ્ઘ બવંડરથી પ્રભાવિત થઈ શકે છે. ત્યાં આઠ કરોડ અઠ્ઠાવીસ લાખની જનસંખ્યાને હવાના એલર્ટ વિશે સૂચિત કરાયા છે. હવામાનનું વિનાશક ચક્ર અમેરિકાના મધ્ય ક્ષેત્રથી થઈને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેનું કારણ જ્યોર્જિયામાં અત્યાધિક વરસાદ, પૂર આવવા, વિનાશકારી હવાની ઝપાટો અને તીવ્રતાપૂર્વક ફેલાઈ રહેલા ચક્રવાતનું સંકટ તોળાયેલું છે. ભારત અને અમેરિકા જ નહીં દુનિયાના અનેક દેશો, ભૂભાગો અને તેમાં રહેતા લોકો પર ૧૪-૧૫ માર્ચનો જળવાયુ ઉત્પાદ ગહન સંકટ બનીને છવાયો.
આવું છેલ્લા પંદર વર્ષોમાં ઓછા પ્રભાવ સાથે, ગત દસ વર્ષોમાં વધારે પ્રભાવ સાથે અને હવે છેલ્લા એક-બે વર્ષમાં અત્યધિક પ્રભાવ સાથે નિરંતર થોડા-થોડા દિવસોના અંતરે થઈ જ રહ્યું છે. જ્યારે હવામાન માનવજાતિના માથા પર વિનાશની છત્રી બની ગયું છે, તો શું માનવોને અભિશપ્ત વૈજ્ઞાનિક પ્રતિસ્પર્ધા અને પરિણામકારી જૈવિક અને જીવન સંબંધી ગતિવિધિઓ પર નિયંત્રણનું કાર્ય અભ્યાસ શરૂ ન કરી દેવો જોઇએ? હવામાનના અણધાર્યાં સંકટો સામે માનવનું વિજ્ઞાન-લાલચ કોઈ મહત્ત્વ નથી ધરાવતું. તેથી વિજ્ઞાનના આત્મઘાતી પ્રયોગોને રોકીને માનવીય જીવનને પુનઃ આત્મનિર્ભર ગ્રામીણ વ્યવસ્થા તરફ અગ્રેસર કરવાનો સમય આવી ચૂક્યો છે. કોરોના મહામારી બાદ તો એવું થઈ પણ જવું જોઇતું હતું, પરંતુ વિશ્વના કર્તાહર્તા એવું નથી ઇચ્છતા. તેઓ મહામારીજન્ય અનેક અસુરક્ષાઓ બાદ પણ મનુષ્યને પ્રગતિના દાસ બનાવી રાખવાની પ્રેરણા આપી રહ્યા છે. તેઓ મનુષ્યને પ્રગતિના દાસ બનાવી રાખવાની પ્રેરણા આપી રહ્યા છે.