New Delhi તા.1
મોંઘવારી-મજુરી દર સહિતના મામલે વખતોવખત ઉહાપોહ સર્જાય છે ત્યારે કેન્દ્ર સરકારે હવે ચાર દાયકા બાદ કૃષિ અને ગ્રામ્ય મજુરોના ભાવાંકના પાયાના દરમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે કમીટીનું ગઠન કરવામાં આવ્યુ છે.
નેશનલ સ્ટેટેસ્ટીકલ કમીશનના સભ્ય આસીતકુમાર સાધુના વડપણ હેઠળ રચાયેલી નિષ્ણાંત કમીટીને પાયાનું વર્ષ 1986-87ને બદલે 2024-25 કરવા કહેવામાં આવ્યુ છે.
સરકારે 40 વર્ષ બાદ કૃષિ મજુરો તથા ગ્રામ્ય મજુરો માટેના ગ્રાહક ભાવાંકને રિવાઈઝ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ગને ફુગાવાની અસરની સચોટ માહિતી મેળવવા આ કદમ ઉઠાવવામાં આવ્યુ છે જેના આધારે ગ્રામ્ય રોજગાર ગેરંટી યોજના હેઠળ મજુરી દરમાં પણ વધારો થવાની શકયતા છે.
વર્તમાન તબકકે ખેત-ગ્રામ્ય મજુરો માટેના ગ્રાહક ભાવાંકની ગણતરી 1986-87 ના પાયાના વર્ષ તરીકે થાય છે.