New Delhi,તા.27
જો તમો શરાબ પીવાની ટેવ ધરાવતા હો અને તે સાથે મેડીકલ વિમા પોલીસી-લેવા જઈ રહ્યા હો તો તમારી આ શરાબની આદત કે પછી શોખ પછી ભલે થોડો થોડો અને કયારેક જ પીતા હો તો પણ તમારે વિમા કંપનીને તેની જાણ કરવી જરૂરી બની જશે.
અન્યથા ભવિષ્યમાં કોઈ વિમા કલેમ સમયે તમોને શરાબ પીવાનું છુપાવવા બદલ તમારો કલેમ નામંજુર થઈ શકે છે. આ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા એક કેસમાં ન્યાયમૂર્તિ વિકમનાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલ ખંડપીઠે ‘જીવન આરોગ્ય’ યોજના હેઠળ વિમા પોલીસી મેળવનાર એક વ્યક્તિના કલેમને નકારી કાઢવાના વિમા કંપનીના નિર્ણયને બહાલ રાખતા જણાવ્યું હતું કે અરજદારે તેની શરાબ પીવાની ટેવ કે શોખ અંગે વિમા કંપનીને ગેરમાર્ગે દોરી તે બાબત છુપાવી હતી જેની તેનો કલેમ મંજુર થવા પાત્ર નથી.
‘જીવન આરોગ્ય’ યોજના હેઠળ અરજી કરનારે 2013માં પોલીસી લીધી હતી. જેમાં હોસ્પીટલમાં સારવાર કે આઉટડોર પેશન્ટ તરીકે સારવાર બન્ને રીતે તેને થતા ખર્ચ આ પોલીસી હેઠળ કવર થતા હતા અને મૃત્યુનો વિમો પણ હતો. આ વ્યક્તિ પેટના દુખાવાનો સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
ભારતીય જીવન વિમા કંપનીએ તેના વિમાનો કલેમ નકારતા કહ્યું કે, પોલીસી લેતા સમયે જે તે વ્યક્તિએ પોતે શરાબી હોવાની માહિતી છુપાવી હતી. જેથી સેલ્ફ ઈન્ફલીકેટેડ ઈન્જરી કે કન્ડીશન અથવા તો હાલત (ખુદને ઈજા કે નુકશાન પહોંચાડવું- આત્મહત્યા પણ આ સ્થિતિ ગણાય છે.) જેમાં કોઈ દવાના ખોટા ઉપયોગ-શરાબના સેવનથી ઉભા થતા શારીરિક દર્દો કે સમસ્યાનો પણ સમાવેશ થાય છે.
આ વ્યક્તિએ શરાબ પીને ખુદને નુકશાન થાય તે કર્યુ છે તેથી આ પોલીસી હેઠળનો દાવો મંજુર કરી શકાય નહી. ગ્રાહક અદાલતે જો કે વિમા કંપનીની આ દલીલ નકારી વિમા કલેમ ચુકવવા આદેશ આપશે પણ સુપ્રીમ કોર્ટે તે ચૂકાદો ફગાવતા જણાવ્યુ કે, મૃતક એ લાંબા સમય શરાબ પીતા હતા તે સ્થાપીત થયુ છે અને તેણે વિમા પોલીસી બનાવતા સમયે તે છુપાવ્યુ હતું તેથી વિમા કંપની પોલીસી શરતો મુજબ દાવો નકારી શકે છે.