Gandhinagar,
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ રાજયના નાગરિકો, પ્રજાજનોની રજુઆતો અને સમસ્યાઓના ઓનલાઇન નિવારણ માટેનો રાજય સ્વાગત ગુરૂવાર તા. 27મી માર્ચે યોજાશે.
વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં માર્ચ-2025નો રાજયકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 27મી માર્ચે યોજાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુરૂવારે ર7મી માર્ચે રાજય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજુઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજુઆતો ગુરૂવાર તા. 27મી માર્ચે સવારે 9.30 થી 12 સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.