Mumbai,તા.20
તમન્ના ભાટિયા, જેણે દક્ષિણ ભારતીય પ્રેક્ષકોમાં પોતાની ઓળખ બનાવી છે, તે હવે સ્ક્રીન પર દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ભૂમિકા ભજવવા માંગે છે. આગામી દિવસોમાં તે અજય દેવગન અને સંજય દત્ત સાથે મોટા પડદા પર પણ જોવા મળશે.
એક વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે સુપર આઈકોનિક અભિનેત્રી શ્રીદેવીની ભૂમિકા સ્ક્રીન પર નિભાવવા ઈચ્છે છે. તમન્નાએ કહ્યું, ’હું શ્રીદેવીનું પાત્ર ભજવવા માંગુ છું. તે સુપર આઇકોનિક હતી અને તે એવી વ્યક્તિ છે જેની મેં પ્રશંસા કરી છે.
બીજી તરફ તમન્નાએ સંજય દત્ત અને અજય દેવગન સ્ટારર ફિલ્મ સાથે એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તે મિશન મંગલ ફેમ ડિરેક્ટર જગન શક્તિની ફિલ્મ રેન્જરમાં લીડ એક્ટ્રેસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન એક ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે જે પ્રાણીઓના ગેરકાયદે શિકારને રોકવા માંગે છે.
જ્યારે સંજય દત્ત ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં તમન્નાનું પાત્ર ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ફિલ્મને ઊંડાણ આપવાનું કામ કરશે. તેણે આ ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ દિવસોમાં તે જગન શક્તિ સાથે તેના સ્ક્રિપ્ટ રીડિંગ સેશનમાં ભાગ લઈ રહી છે.