Jamnagarતા ૧૧
જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળકીને માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં મધુવન મેટલ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા માતાપ્રસાદ જાટવના ૧૧ વર્ષીય પુત્રી માયાવતીબેન કે જેણે ગઈકાલે પોતાના રહેણાક મકાનમાં લોખંડની આડશમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. તેથી તુરતજ ૧૦૮ ની ટુકડીને બોલાવી લેતાં તે ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા માયાવતીબેન નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે કાજલબેન વિનોદભાઈ જાટવે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકીના મૃતદેહનો કબજો