Riyadh,તા.11
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે આજથી ફરી એક વખત અમેરિકા-યુક્રેનની વાતચીત સાઉદી અરેબીયામાં શરુ થઈ રહી છે તે પુર્વે જ યુક્રેને રશિયા પર એક જબરો ડ્રોન હુમલો કર્યો છે અને તેના કારણે મોસ્કોમાં જબરુ નુકસાન થયુ હોવાનો અહેવાલ છે.
મોસ્કોના મેયર સર્ગઈ સોબીયાનીન એ જાહેર કર્યુ કે, મોસ્કો પર દુશ્મનનો ડ્રોન હુમલો થયો છે અને અમે તેનો જવાબ આપ્યો છે. આમ હવે ઝેલેસ્કી પણ રશિયા સામે આક્રમક વલણ અપનાવતા જ શાંતિ વાટાઘાટો કેટલી સફળ થશે તે પ્રશ્ન છે.
અગાઉની યુક્રેન મુદે અમેરિકા સાથેની રશિયાની વાતચીત પુર્વે જ રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો હતો. જયારે આજનો હુમલો એ રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો ગણાય છે અને તેના કારણે વ્યાપક નુકસાન થયુ હોવાની શકયતા દર્શાવાઈ રહી છે. ઝેલેસ્કી વાટાઘાટ માટે સાઉદી અરેબીયા પહોંચી ગયા છે તે સમયે કરાયેલો હુમલો સૂચક છે.