Morbi માં એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હેવાનને આજીવન કેદની સજા

Share:

Morbi,તા.10

આજીવન કેદની સજા અને ૩૫,૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો

મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાન ઠેરવી કોર્ટે આજીવન સખ્ત કેદની સજા અને રૂપિયા ૩૫,૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૫-૧૧-૨૦૨૨ ના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી નરશી નથુભાઈ સોલંકી રહે શનાળા બાયપાસ રોડ મોરબી વાળાએ સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું જેમાં જણાવ્યું હતું કે સગીરા ઘરે એકલી હતી ત્યારે આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો એકલતાનો લાભ લઇ સગીરાના કપડા ઉતારી પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નીરજ ડી કારીઆએ કોર્ટમાં ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી નરશી નથુભાઈ સોલંકીને કસુરવાન ઠેરવ્યો હતો

કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૧) મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ, કલમ ૪૪૭ મુજબના ગુનામાં ત્રણ માસની સાદી કેદની સજા અને રૂ ૧૦૦ નો દંડ, કલમ ૫૦૬ (૨) મુજબના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૦૦૦ દંડ, તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ 4 મુજબના ગુનામાં આજીવન એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડ ફટકાર્યો છે

તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના અન્વયે ભોગ બનનારને રૂ ૪ લાખ અને દંડની રકમ રૂ ૩૫,૧૦૦ સહીત કુલ રૂ ૪,૩૫,૧૦૦ નું વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *