Surendranagar,તા.07
દસાડામાં મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપીને આઠ વર્ષની કેદની સજા ફટકારી છે. ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે આરોપીને કેદની સાથે દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ આરોપીએ મહિલાને પીકઅપમાં બેસાડયા બાદ એકલતાનો લાભ લઈ દુુષ્કર્મ આચર્યું હતું.
દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાને એપ્રિલ-૨૦૧૭માં દસાડા ચોકડી પાસેથી ચાલક ભરતભાઈ તલાજી ઠાકોરે બોલેરો પીકઅપમાં પેસેન્જર તરીકે બેસાડી એછવાડા ગામથી એક કિલોમીટર દુર લઈ જઈ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચાર્યું હતું.
જે અંગે ભોગ બનનાર મહિલાના પરિવારજને દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડયો હતો અને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.આ કેસ તાજેતરમાં ચાલી જતા વકીલની દલીલો અને પુરાવાના આધારે સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આઠ વર્ષની સજા અને રોકડ રૂા.૨૫,૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.