Morbi,તા.06
ખીરઈ ગામે પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસ ચલાવી હતી પોલીસ કોમ્બિંગ દરમીયાન મુખ્ય આરોપીના મકાનમાંથી હથિયારો મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે
માળિયા પોલીસે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર વિરુદ્ધ જીપી એક્ટની કલમ ૩૭ (1), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે જેમાં આરોપીના મકાનમાંથી લાકડાના ધોકામાં ફીટ કરેલ ફરસી નંગ 01 કીમત રૂ ૫૦, ચાર નંગ સ્ટીલની લાકડાના હાથ અને પ્લાસ્ટિક હાથ ફીટ કરેલ છરીઓ, લોખંડ પાઈપ, ધારિયું સહિતના હથિયાર મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે