Mumbai,તા.4
ચીનના મેન્યુ ફેકચરીંગ સર્વિસ અને પ્રાઈવેટ સેકટરના સ્ટ્રોંગ ગ્રોથડેટા તેમજ ઈઝરાયલ, હમાસ અને રશિયા-યુક્રેન યુધ્ધ સમાપ્તિની વાત હવે ખોરંભે ચડતા સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે સોનામાં રૂ.1500ના ધરખમ વધારા સાથે ભાવ રૂ.89100એ પહોંચ્યો છે.
અમેરિકન કોમર્સ સેક્રેટરીએ રવિવારે કેનેડા-મેકિસકો અને ચીન પર લાદેલી ટેરિફનો છેલ્લો નિર્ણય ટ્રમ્પ આજે લેશે તેવી જાહેરાત થતા ટેરિફ અંગે અનિશ્ચિતતા વધી. જેને પરિણામે ડોલર ઘટતા સોના ચાંદીમાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું.
વર્લ્ડ માર્કેટમાં ગત સપ્તાહે સોનું 2850 ડોલર સુધી ઘટયું હતું. સોમવારે 2878.70 ડોલર સુધી વધ્યું હતું. આજે સોનામાં રૂ.1500 અને ચાંદીમાં રૂ.1400નો વધારો થયો છે.
યુક્રેન પ્રેસિડન્ટ ઝેલેનસ્કી અને ટ્રમ્પ વચ્ચે તડાફડી બોલતા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ સમાપ્તના વાવડ અટકયા છે. જીઓ પોલિટિકલ ટેન્શન વધતા સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પના ટેરિફ વધારાથી ઈન્ફલેકશનનો વધારો અને ગોલ્ડ ઈટીએફના હોલ્ડિંગમાં થયેલ વધારો જેવા તેજીના કારણો હજુ હશે.
તો જીઓપોલિટિકલ ટેન્શનના કારણમાં ઉમેરો થશે. સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ ચાલુ છે. ગત સપ્તાહે સોના ચાંદીના ભાવમાં રાહત જોવા મળી હતી. પરંતુ આ સપ્તાહની શરૂઆતથી જ ભાવ સતત વધી રહ્યા છે. સોનુ ફરી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ છે.